વ્હાઇટ હાઉસ પર હુમલાના પ્રયાસ બદલ ભારતીય નાગરિકને 8 વર્ષની સજા

વ્હાઇટ હાઉસ પર હુમલાના પ્રયાસ બદલ ભારતીય નાગરિકને 8 વર્ષની સજા

વ્હાઇટ હાઉસ પર હુમલાના પ્રયાસ બદલ ભારતીય નાગરિકને 8 વર્ષની સજા

Blog Article

વ્હાઇટ હાઉસ પર 22 મે 2023એ ભાડાના ટ્રકથી હુમલાનો પ્રયાસ કરવા બદલ ગુરુવારે ભારતીય નાગરિક સાઈ વર્ષિત કંડુલાને આઠ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.આ હુમલાનો ઉદ્દેશ્ય લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી અમેરિકન સરકારને ઉથલાવી દેવાનો હતો જેથી કરીને તેની જગ્યાએ નાઝી વિચારધારા દ્વારા પ્રેરિત સરમુખત્યારશાહી આવે, એમ ન્યાય વિભાગે જણાવ્યું હતું.

કંડુલાએ 13 મે, 2024એ અમેરિકાની સંપત્તિને જાણીજોઈને નુકસાન કરવાના આરોપની કબૂલાત કરી હતી. ભારતના ચંદનનગરમાં જન્મેલા તેઓ ગ્રીન કાર્ડ સાથે યુએસના કાયદેસર કાયમી નિવાસી છે. જેલની સજા ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ ડબ્ની એલ ફ્રેડ્રિચે કંડુલાને ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ રાખવાનો પણ આદેશ આપ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર ભારતીય નાગરિકે 22 મે, 2023 ના રોજ બપોરે સેન્ટ લુઇસ, મિઝોરીથી ફ્લાઇટમાં વોશિંગ્ટન આવ્યો હતો અને એક ટ્રક ભાડે લીધી હતી. તે ફૂડ અને ગેસ માટે રોકાયો હતો અને પછી વોશિંગ્ટન, ડી.સી. તરફ ગયો હતો, જ્યાં તેને એચ સ્ટ્રીટ, નોર્થવેસ્ટ અને 16મી સ્ટ્રીટ, નોર્થવેસ્ટના ઇન્ટરસેક્શન પર રાત્રે 9:35 વાગ્યે વ્હાઇટ હાઉસ અને પ્રેસિડેન્ટ પાર્કની સુરક્ષા કરતા બેરિકેડ્સ સાથે ટ્રક અથડાવી હતી. યુએસ પાર્ક પોલીસ અને યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઘટનાસ્થળે કંડુલાની ધરપકડ કરી હતી અને તેને કસ્ટડીમાં લીધો હતો.

Report this page